ભારતના ચૂંટણી પંચે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા (એસઆઇઆર)ની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે દિલ્હીમાં એસઆઇઆરની સમગ્ર પ્રક્રિયા પણ જાહેર કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે એસઆઇઆર કરાવવા પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ લાયક મતદાર બાકાત ન રહે અને કોઈ અયોગ્ય મતદાર યાદીમાં સામેલ ન થાય. દિલ્હીમાં એસઆઇઆર માટે ચકાસણી પ્રક્રિયા ૩૦ જૂનથી ૨૯ જુલાઈ સુધી ચાલશે.
એસઆઇઆરની સમગ્ર પ્રક્રિયા જાઇએ તો થીમઃ કોઈ લાયક મતદાર બાકાત ન રહે, કોઈ અયોગ્ય મતદારનો સમાવેશ ન થાય.બીએલઓ ૩૦ જૂનથી ૨૯ જુલાઈ સુધી ઘરે ઘરે જઈને ચકાસણી કરશે.,દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મની બે નકલો પ્રાપ્ત થશે.,મતદારોએ ભરેલું ગણતરી ફોર્મ બીએલઓને પરત કરવું પડશે અને સ્વીકૃતિ મેળવવી પડશે.,જો કોઈ ઘર તાળું મારેલું જાવા મળે છે, તો બીએલઓ ઓછામાં ઓછા ત્રણ વખત ઘરની મુલાકાત લેશે.,મુસદ્દા મતદાર યાદી ૫ ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવશે.,દાવા અને વાંધા ૫ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી દાખલ કરી શકાશે.,દાવાઓ અને વાંધાઓનો ઉકેલ ૩ ઓક્ટોબર સુધીમાં આવશે,અંતિમ મતદાર યાદી ૭ ઓક્ટોબરના રોજ પ્રકાશિત થશે.
દિલ્હીમાં વર્તમાન મતદારોની સંખ્યા કુલ મતદારોઃ ૧૪,૫૧૦,૨૯૮, પુરુષોઃ ૭,૭૧૧,૧૩૨, મહિલાઓઃ ૬,૭૯૮,૧૪૨,ત્રીજા લિંગઃ ૧,૦૨૪, વિકલાંગ મતદારોઃ ૭૬,૧૫૫,૧૮-૧૯ વય જૂથઃ ૩,૨૯,૧૩૦,૧૦૦+ વયના મતદારોઃ ૧૯૨, મતદાન મથકોઃ ૧૩,૦૩૩ એ નોંધવું જોઈએ કે દેશમાં એસઆઇઆર પ્રક્રિયા શરૂ થયાને એક વર્ષ વીતી ગયું છે સુત્રો અનુસાર, એસઆઇઆર પ્રક્રિયા હાલમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે ૨૦૨૫ ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ગયા વર્ષે એસઆઇઆર કવાયત શરૂ કરી હતી. અત્યાર સુધીમાં, એસઆઇઆર કવાયત દ્વારા વિવિધ રાજ્યોમાં મતદાર યાદીમાંથી ૬ કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ એસઆઇઆર પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો છે. જો કે, એક મોટા નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે આ કવાયત અંગે ચૂંટણી પંચની કાર્યવાહીની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું.