મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેકસ્ટબીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.
ઇન્ડેકસ્ટબી કે અને ડી કમ્યુનિકેશન લિમિટેડ સાથે મળીને ગત ૨જી મે, ૨૦૨૬ના રોજ સુરત ખાતે યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશનમાં ફક્ત ૧૧ જ દિવસમાં સૌથી વધુ પ્રદર્શકો કુલ-૩૫૦ જેટલા પ્રદર્શકો જાડાવાનો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો. આ સિદ્ધિને માન્યતા આપતાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
નોંધનિય છે કે, ઇન્ડેકસ્ટબી ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા તરીકે રોકાણકારો માટે સિંગલ પોઇન્ટ આૅફ કોન્ટેક્ટ તરીકે કાર્ય કરે છે. સંસ્થા રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે માર્ગદર્શન, જરૂરી સુવિધાઓ અને નીતિ આધાર પૂરો પાડીને રાજ્યના ઔદ્યોગિક તેમજ સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ઇન્ડેકસ્ટબીની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ માટે તેની કામગીરીને બિરદાવી હતી.