સાવરકુંડલાના નેસડી રોડ પર, મેલડીધામની બાજુમાં આવેલી શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટની ગૌશાળામાં અંધ, અપંગ તથા બિનમાલિકી ગૌવંશ માટે નવા શેડના નિર્માણનો ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે તૈયાર થનારા ૧૫૦ ફૂટ × ૫૦ ફૂટના આ વિશાળ શેડથી સંસ્થામાં આશ્રિત ૧૫૦ જેટલા નિરાધાર ગૌવંશને વધુ સુરક્ષિત અને સુવિધાસભર આશ્રય મળશે.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, દાતાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન થઈ હતી અને મહાનુભાવોએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ટ્રસ્ટીઓએ જણાવ્યું કે સંસ્થા સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોના બીમાર તથા ઘાયલ ગૌવંશની નિઃસ્વાર્થ સેવા કરી રહી છે અને નવો શેડ ગૌમાતાની માવજતને વધુ ઉત્તમ બનાવશે. અંતમાં તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









































