અમરેલી જિલ્લામાંથી વધુ બે વ્યક્તિઓ લાપતા બન્યા હોવાના બનાવ સામે આવ્યા છે.પ્રથમ બનાવમાં, ધારી ગામે રહેતા અક્ષયભાઇ જીસતુભાઇ વઘાસીયા (ઉ.વ.૨૭)એ પોલીસને જાહેર કર્યા મુજબ, તેમનો નાનો ભાઇ કેવલ કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક જતો રહ્યો છે અને પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો છે. કેવલે સફેદ કલરનો શર્ટ, બ્લૂ કલરનું જીન્સનું પેન્ટ તથા બ્લેક કલરની ટોપી પહેરેલી છે. તેના મોઢા ઉપર જમણા ગાલના ભાગે જૂનું વાગ્યાનું નિશાન છે અને તે નંબરના ચશ્મા પહેરે છે.બીજા બનાવમાં, લીલીયાના ગુંદરણ ગામે રહેતા મુકેશભાઇ મધુભાઇ રાખોલીયા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ક્રિનલબેન રાત્રિના આશરે એકાદ વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધીના સમય દરમિયાન, ઘરે કોઈને કહ્યા વગર પોતાની મેળે નીકળી ક્યાંક જતી રહી હતી. પોલીસે બંને બનાવ અંગે ગુમનોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.









































