ચેક બાઉન્સના કેસોમાં અદાલતો દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત બગસરા કોર્ટ દ્વારા નાણાકીય અનિયમિતતા બદલ એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.અમરેલી જિલ્લાના બગસરા સ્થિત સરદાર પટેલ શરાફી સહકારી મંડળીમાંથી નવા ઝાઝરીયાના હિતેશભાઇ કેશુભાઇ સતાસિયાએ રૂ.૨,૦૦,૦૦૦/- ની લોન લીધી હતી. લોનની ચડત રકમ રૂ.૨,૬૧,૦૩૦/-ની ભરપાઈ માટે તેમણે આપલો ચેક બેંકમાં અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો. મંડળી દ્વારા નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા મંત્રી જયદીપભાઇ હિરપરાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મંડળી પક્ષના વકીલોની દલીલો માન્ય રાખી બગસરા કોર્ટે આરોપી હિતેશભાઇને છ માસની જેલની સજા ફટકારી છે અને ચેકની બાકી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.