વડિયામાં વધુ એક પરિણીતા દહેજ અને શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના થોડા જ સમયમાં સાસરિયાઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કરી, પરિણીતાને ઢોર માર મારી, પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મૂકતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે બગસરામાં રહેતી રૂખસાનાબેન જીકરભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૫)એ વડિયામાં રહેતા પતિ રફીકભાઇ જુમાભાઇ બાલાપરીયા, સસરા જુમાભાઇ કરીમભાઇ બાલાપરીયા, ફઇજી સાસુ કુલસમબેન કરીમભાઇ બાલાપરીયા, કૌટુંબિક કાકાજી સસરા ચકુરભાઇ કરીમભાઇ બાલાપરીયા, કૌટુંબિક જેઠ અનીસભાઇ ભીખુભાઇ બાલાપરીયા તથા જેઠ અશરફભાઇ જુમાભાઇ બાલાપરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો પણ છે. શરૂઆતના છ એક મહિના સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો ત્યારબાદ સાસરિયાઓની ચડામણી અને ઉશ્કેરણીના કારણે પતિ અવારનવાર પરિણીતા સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરી મારકૂટ કરતો હતો. સાસરી પક્ષના લોકો પરિણીતાને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી પિયર જતા રહેવા માટે મજબૂર કરતા હતા. તા.૨૯/૧૦/૨૦રપના રોજ સાસરિયાઓએ પરિણીતા સાથે ઉગ્ર માથાકૂટ કરી, ગાળાગાળી કરી તેમજ બેફામ માર માર્યો હતો. સાસરિયાઓએ પરિણીતા પર પિયરમાંથી વધુ દહેજ લાવવા માટે દબાણ કર્યું હતું અને આખરે તેને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.