ઉના નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના કાઉન્સિલર રાજલબેન અલ્પેશભાઈ બાંભણિયાની સક્રિય રજૂઆતના પગલે વોર્ડમાં વિવિધ વિકાસકાર્યો શરૂ કરવામાં આવ્યા છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્થાનિક જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગટર વ્યવસ્થા, સફાઈ અભિયાન અને રોગચાળો નિવારણની કામગીરી અગાઉથી જ આરંભી દેવાઈ છે. લોકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવા અને વોર્ડના નાગરિકો સ્વસ્થ તેમજ સુરક્ષિત રહે તે માટે તેઓ સતત સક્રિય રહીને કામગીરી કરી રહ્યા છે.










































