લાઠીના શાખપુર ગામે યુવકને ગાળો બોલી ફ્રેક્ચરની ઈજા કરી હતી. શાખપુર ગામે રહેતા અભિષેકભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.વ.૧૯)એ બુધાભાઇ ગભરાભાઇ ચાવડા, ભોળાભાઇ ગભરાભાઇ ચાવડા તથા ગભરાભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની વાછરડીઓ આરોપીના ઘરે જઇ ઘાસચારો ખાઇ બગાડ કરતી હતી. જે વાતનું મનદુખ રાખી ત્રણેય જણાએ જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી હતી. બુધાભાઈ ચાવડાએ પોતાના હાથમાં રહેલ લોખંડની પાઇપનો એક ઘા તેમના ડાબા હાથે મારી ફેકચરની ઇજા કરી હતી. જ્યારે અન્ય બંનેએ જેમફાવે તેમ ઢીકાપાટુનો માર માર્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી આર ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.









































