યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ૨૯૧મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને સરકારી દવાખાનાના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી, જેનો કુલ ૮૦ દર્દીઓએ લાભ લીધો હતો. ડો. રતિદાદાના આશીર્વાદ અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કેમ્પમાં તેમણે લોકોને વ્યસનમુક્ત અને સત્યના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી.સ્વ. બાબુલાલ વાલજીભાઈ રૂપારેલીયાના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ૧૮ દર્દીઓને રાજકોટ ખાતે ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવી હતી. આ ઉપરાંત, દંતયજ્ઞમાં અને આયુર્વેદિક કેમ્પમાં
ડા. પ્રકાશભાઈ તથા ડા. આરતીબેન દ્વારા દર્દીઓને તપાસીને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, મંજુબા અને શીતલબેન સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.









































