ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં રહેલી જર્જરીત મિલકતોને નોટિસ આપવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. આ સાથે નોટીસનું પાલન નહિ કરનારની પ્રાથમિક સુવિધાઓ મહાનગરપાલિકા બંધ કરી રહી છે. એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી ખાનગી સહિત તમામ જર્જરીત મિલકતોને નોટિસો આપી છે. નોટિસોનું પાલન નહીં કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ બંધ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે.
મહાનગરપાલિકાએ શહેરમાં કોઈ જાનહાની થાય નહીં તેને ધ્યાનમાં રાખીને એસ્ટેટ વિભાગ દ્વારા જાખમી લાગતી ઈમારતોને કાર્યવાહી હાથ ધરાઈ છે.એસ્ટેટ વિભાગના અધિકારી કૃણાલસિંહે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના મિલકતોને નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ચાલુ વર્ષમાં ૨૪૨ મિલકતો મળીને કુલ ૫૦૭૮ નોટિસો આપેલી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની માહિતી પ્રમાણે ૧૬૯ બ્લોક હોય જ્યાં જર્જરીત હોય તેના પાણી ગટર સહિતના કનેક્શન કાપી દેવાયા છે.
ચોમાસાના સમયમાં જર્જરીત મિલકતો ધરાશાયી થવાની ઘટનાઓની શક્યતાઓ વધી જાય છે. ત્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી કૃણાલસિંહે જણાવ્યું હતું કે ખાનગી મિલકતોમાં પણ નોટિસ આપવામાં આવી રહી છે. જા નોટિસ બાદ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હુકમ કરવામાં આવે છે. હાલમાં બે મિલકતોને સીલ પણ કરવામાં આવી છે. હાલ સમગ્ર એસ્ટેટ વિભાગ આ પ્રકારની ઈમારતોને નોટીસ ઈશ્યુ કરવા તથા તેના પાલન માટે જાતરાયેલો છે. જા પાલન નહીં થાય તો ગટર, પાણી, વિજળીના કનેક્શન બંધ કરવામાં આવશે. એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સ્ટાફ દ્વારા શહેરમાં જર્જરીત મિલકતો શોધીને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ છે.
કૃણાલસિંહે જણાવ્યું હતું કે, સરકારી મિલકતોમાં લગભગ ૧૪ મિલકત એવી છે જે જર્જરીત હાલતમાં છે. આમ તો ૨૮ મિલકતો હતી તેમાંથી ૧૪ મિલકત ડિમોલેશન કરી નાખી છે. જેમાં ૬ સ્કૂલ અને ૮ આંગણવાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ મહાનગરપાલિકા હસ્તકની ૧૨ જેટલી મિલકતોનો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.