વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લીલીયા તાલુકા ભાજપ દ્વારા વિવેકાનંદ સોસાયટીની આંગણવાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના સદસ્ય જીગ્નેશ સાવજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ઉપયોગી વિવિધ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જીગ્નેશભાઈ સાવજે જણાવ્યું હતુ કે, ગ્લોબલ ર્વોમિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે, જેનાથી બાળકોમાં બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કેળવાશે. કાર્યક્રમમાં માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ છોડ મોટા થાય ત્યાં સુધી તેની સંપૂર્ણ માવજત કરવાનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો.











































