૫ જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે અંબુજા ફાઉન્ડેશન અને બેટર કોટન ઇનિશિયેટિવ દ્વારા ઉના તાલુકાના ખાણ ગામમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. મુખ્ય અતિથિ આયુર્વેદાચાર્ય ડા. દમણિયા સાહેબે જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર કિરીટ જસાણીએ દેશી ખાતર અને જીવામૃતના ઉપયોગ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોને ચકલી ઘર અને છોડનું વિતરણ કરી
વૃક્ષારોપણ કરાયું હતું. શાળાના શિક્ષક સંજય સાહેબે ૧૫૦ ઔષધીય છોડ ધરાવતા ‘ઇકો પાર્ક’ની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના ૮૦ જેટલા સભ્યો અને કેસરિયાની ટીમે હાજર રહીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવ્યો હતો.








































