અમદાવાદ અલગ અલગ રીતે સાયબર ઠગે લૂંટ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પહેલી ઘટનામાં યૂ-ટ્યૂબ પર ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત જાઈ બેન્કમાંથી નિવૃત્ત થયેલા અમદાવાદના ૭૩ વર્ષીય વૃદ્ધ સાથે ૯૦.૭૫ લાખ રૂપિયાની, બીજી ઘટનામાં બેન્ક ઓફ ઇન્ડીયાના નામે નકલી ફાઈલ મોકલી મહિલાના ખાતામાંથી ૭.૪૬ લાખ રૂપિયાની અને દેવભૂમિ દ્વારકાના કડવા પટેલ સમાજ ભવનના નામે ફેક વેબસાઈટ બનાવી ઓડિટ એક્ઝીક્યુંટિવ સાથે ૧૯ હાજર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઈસનપુર-ઘોડાસર રોડ પર રહેતા અને જીમમાંથી નિવૃત્ત થયેલા ૭૩ વર્ષીય મહેન્દ્ર પટેલને યુટ્યુબ પર જાહેરાત જઈને ઈન્વેસ્ટમેન્ટ કરવું ભારે પડ્યું હતું. તેની સાથે ૯૦ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે. તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘૧૪મી નવેમ્બર ૨૦૨૫ના દિવસે મે યુટ્યુબ પર જાણીતા ઉદ્યોગપતિઓના નામથી આવતી ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત જાઈ હતી. આ પછી મે વેન્ટ્રા ટ્રેડ નામની ટ્રેડિંગ એપ્લીકેશનની લિંક પર ક્લીક કરી બાયોડેટા ભરીને એકાઉન્ટ ખોલાવ્યું હતું, જે બાદ વોટ્સએપ પર મારો પોર્ટફોલિયો મેનેજર તરીકે શોએબ ઘૌરી અને પછી શ્વેત અને આહાન શાહ નામના વ્યક્તિઓએ સંપર્ક કરી શેરબજાર અને કોમોડિટીમાં વધુ નફાની લાલચ આપી હતી.’
નિવૃત્ત વૃદ્ધે શરૂઆતમાં અલગ-અલગ આઈડીથી નાની રકમો જમા કરાવી હતી. આ દરમિયાન વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે સાયબર ઠગે તેને ૨૧,૯૯૯ રૂપિયા પાછા મોકલીને ફસાવ્યા હતા. આમ વૃદ્ધને વધુ નફાની લાલચ આપી ફરીથી ૨૬ નવેમ્બર ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ સુધી સાયબર ઠગે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ઇ્ય્જીથી લાખો રૂપિયા જમા કરાવડાવ્યા હતા. આ પછી વૃદ્ધે ગ્લોબલ માર્કેટની સ્થીતિ જાઈ પોતાની ક્રેડિટ વિડ્રો કરવાની રિક્વેસ્ટ કરી હતી ત્યારે ત્યારે સાયબર ઠગે વૃદ્ધનું એકાઉન્ટ ફ્રીઝ થયાનું કહી કેપિટલ ગેઈન ટેક્સ અને પ્રોસેસિંગ ચાર્જના નામે વધુ ૧૮ લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા.
આમ સાત મહિના દરમિયાન ટ્રેડિંગ એપ્લીકેશનમાં વૃદ્ધને ફેક નફો દેખાડીને ૯૦,૭૫,૭૦૦ રૂપિયા પડાવી પડાવી લીધા હતા. આ પછી સાયબર ઠગે વોટ્સએપ મેસેજમાં રિપ્લાય આપવાનું અને ફોન ઉપાડવાના બંધ કરી દીધું હતું. અંતે ગત ૨૬ મેના દિવસે એપ્લીકેશનમાં એકાઉન્ટ ફ્રીઝ હોવાનો મેસેજ આવતા વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ પછી તેમણે સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે







































