સ્થાનિક શેરબજારો ગુરુવારે થોડા ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. જાકે,આઇટી શેરોમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો જાવા મળ્યો. મ્જીઈ સેન્સેક્સ ૧૫૦.૬૩ પોઈન્ટ (૦.૨૦%) ઘટીને ૭૩,૮૩૨.૫૫ પર બંધ થયો. દરમિયાન, દ્ગજીઈ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ આજે ૫૩.૩૫ પોઈન્ટ (૦.૨૩%) ઘટીને ૨૩,૧૬૧.૬૦ પર બંધ થયો. સેન્સેક્સ ૭૩,૬૧૫.૯૯ પર ખુલ્યો, જે ૩૬૭.૧૯ પોઈન્ટ (૦.૫૦%) ઘટીને ૭૩,૬૧૫.૯૯ પર પહોંચ્યો, અને નિફ્ટી ૧૧૦.૫૫ પોઈન્ટ (૦.૪૮%) ઘટીને ૨૩,૧૦૪.૪૦ પર બંધ થયો. સત્ર દરમિયાન એક સમયે, સેન્સેક્સ નોંધપાત્ર પ્રમાણમાં વધીને ૭૪,૩૯૪.૩૪ પર પહોંચ્યો. તેવી જ રીતે, નિફ્ટી પણ ઝડપથી વધીને ૨૩,૩૨૭.૪૫ પર બંધ થયો.
ગુરુવારે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર નવ શેરો લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૨૧ લાલ નિશાનમાં બંધ થયા. બીજી તરફ, નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી માત્ર ૧૮ શેરો વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૩૨ શેરો નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ૧.૬૭ ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, આઇટી અગ્રણી ઇન્ફોસિસના શેર સૌથી વધુ ૨.૭૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સ કંપનીઓમાં,આઇસીઆઇસીઆઇ બેંક ૧.૬૪ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૧૧ ટકા, સન ફાર્મા ૦.૬૫ ટકા, ભારતી એરટેલ ૦.૬૦ ટકા, મારુતિ સુઝુકી ૦.૩૧ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૪ ટકા, એક્સિસ બેંક ૦.૨૨ ટકા અને એનટીપીસી ૦.૧૧ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, ગુરુવારે ટેકના શેર ૧.૯૫ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૮૩ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૫૬ ટકા, ઇટરનલ ૧.૫૦ ટકા,બીઇએલ ૧.૪૯ ટકા,એલએન્ડટી ૧.૪૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૪૦ ટકા, ટ્રેન્ટ ૧.૧૬ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૧.૧૦ ટકા, ઇંડિગો ૦.૯૮ ટકા, બજાજ ફિનસર્વ ૦.૯૦ ટકા,ટીસીએસ ૦.૭૮ ટકા, ટેક મહિન્દ્રા ૦.૬૭ ટકા, ટાટા સ્ટીલ ૦.૫૩ ટકા,આઇટીસી ૦.૫૧ ટકા,એચડીએફસી બેંક ૦.૩૨ ટકા,એસબીઆઇ ૦.૨૬ ટકા, પાવર ગ્રીડ ૦.૨૧ ટકા, ટાઇટન ૦.૧૪ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૧ ટકા ઘટ્યા હતા.