જાફરાબાદમાં ઘરેથી રીક્ષા લઇને કામે ગયા બાદ યુવક લાપતા બન્યો હતો. આ અંગે કરશનભાઇ શામજીભાઇ ચુડાસમાએ જાહેર કર્યા પ્રમાણે, તેમનો દીકરો ચંદુભાઇ કરશનભાઇ ચુડાસમા (ઉ.વ.૩૨) બે દિવસ પહેલા સવારના સાતેક વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી રીક્ષા લઇને કામે ગયો હતો, ત્યારબાદ તે પરત ફર્યો નહોતો. શોધખોળ કરવા છતાં ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી.જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એમ.ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.









































