સાવરકુંડલાના મઢડા ગામે સ્મશાન પાસે જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા હતા, જ્યારે ૪ ફરાર થઈ ગયા હતા. તેમની પાસેથી રૂ. ૪૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મહેશભાઇ બેચરભાઇ ચૌહાણ, રવજીભાઇ કાળુભાઇ પરમાર, જગદીશભાઇ વાસુરભાઇ ચૌહાણ તથા રણજીતભાઇ લાખાભાઇ સોલંકી જાહેરમાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૦,૫૦૦ અને ૩ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૩,૫૦૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. જ્યારે છનાભાઇ મોહનભાઇ ચૌહાણ, રમેશભાઇ મોહનભાઇ ચૌહાણ, મુકેશભાઇ લાભુભાઇ સોલંકી અને મિતેષભાઇ ઉર્ફે ભુરો ગોબરભાઇ ચૌહાણ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.
આભાર – નિહારીકા રવિયા










































