બાબરા તાલુકાના કરણુકી ગામે કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓના સન્માન સમારોહના આયોજન માટે એક ખાસ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે આગેવાન નીતિનભાઈ રાઠોડે સમાજમાંથી કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા દૂર કરી શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આગામી કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી હતી. ગોવિંદભાઈ બાવળીયા, સરપંચ મુન્નાભાઈ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિ લાવવાનો છે.