આજરોજ અમરેલી જિલ્લા વાલ્મિકી સમાજ શિક્ષણ સંગઠનની પાંચમી કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં આગામી જૂન મહિનામાં વિદ્યાર્થી સન્માન સમારોહના ભવ્ય આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક જિલ્લા પ્રમુખ શ્રી પંકજભાઈ વાળા, ઉપપ્રમુખ ભાવેશભાઈ વાળોદરા, મહામંત્રી રાહુલભાઈ ગૌહેલ, મહામંત્રી રાજુભાઈ ચૌહાણ, સંગઠન મંત્રી મુકેશભાઈ વાઘેલા અને અમરેલી શહેર પ્રમુખ વિરુધ્ધભાઈ વાઘેલાની ગરિમામય અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠન મજબૂત કરવા માટે અમરેલી શહેરની ટીમમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.








































