રાજુલા સ્થિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની આજે રવિવારે સંતો, મહંતો અને તબીબોએ વિશેષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પૂજ્ય શરદભાઈ વ્યાસે (દાદા) હોસ્પિટલની લોકસેવા પ્રવૃત્તિઓને બિરદાવી, પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદને યાદ કર્યા હતા. તેમણે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના ટ્રસ્ટીઓની નિષ્ઠાને વધાવી સંસ્થાને રૂ. ૫૧,૦૦૦નું દાન અર્પણ કર્યું હતું.આ ઉપરાંત, સેવાભાવી તબીબ ડા. કનુભાઈ કળસરિયા અને પૂજ્ય અમરદાસ બાપુ સહિતના અગ્રણીઓએ પણ મુલાકાત લીધી હતી.









































