અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતી હેતલબેન જીગ્નેશભાઈ પાથર (ઉ.વ.૩૫)નું ઝેરી પદાર્થ પી જવાથી મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ દિકરો તોફાન કરતો હોવાથી મરણજનાર મહિલાની સાસુએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતે સાસુ અને હેતલબેન વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થયો હતો. ઘટનાથી વ્યથિત થઈ હેતલબેને ઘરમાં રહેલો અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો. સારવાર મળે તે પહેલાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરેલી સિટી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.