ભાવનગર જિલ્લા એલસીબી પોલીસને ગ્રામ્ય વિસ્તારમાં બાતમી મળી હતી કે અમદાવાદ ધોલેરા હાઇવે ઉપર અધેલાઈ સર્કલ નજીક એક કન્ટેનર શંકાસ્પદ હાલતમાં રસ્તા ઉપર ઉભું છે. પોલીસે સર્કલ પાસે પહોંચીને એલસીબીએ શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા દારૂનો મસ મોટો જથ્થો ઝડપાયો હતો. જા કે આ સમયે કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો.
ભાવનગર અમદાવાદ ધોલેરા હાઇવે નેશનલ હાઇવે પર અધેલાઈ સર્કલ થી શરૂ થતા નેશનલ હાઈવે પહેલા સર્કલમાં જ એક અજાણ્યો ટ્રક કન્ટેનર જીજે ૧૫ એએકસ ૧૦૮૪ ઉભું હોય અને તેમાં શંકાસ્પદ વસ્તુ હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે સ્થળ ઉપર જઈને કન્ટેનર ચેક કરતા તેમાંથી ૧૨,૯૮૪ જેટલી દારૂની બોટલ ખોખામાં ભરેલી મળી આવી હતી. જા કે આ સમયે કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો.
એલસીબી પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા ૭૫૦ રૂ દારુની બોટલો ૧,૫૬૦ જેની કિંમત ૮,૮૧,૪૦૦ ત્યારબાદ અન્ય બોટલો ૧૮૦ રૂ ની ૧૧૪૨૪ જેની કિંમત ૧૫,૪૨,૨૪૦ સાથે કન્ટેનર જીજે ૧૫ એએકસ ૧૦૮૪ જેની કિંમત અંદાજિત ૧૫ લાખ ગણી એલસીબી પોલીસે ૩૯,૨૩,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . એલસીબી પોલીસે દારૂ અને કન્ટેનર કબ્જે લીધું હતું અને ત્યારબાદ કન્ટેનર સહિત દારૂનો સમગ્ર મુદ્દામાલ વેળાવદર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે. જેમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.









































