વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ – ના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, તેઓ દક્ષિણ ગુજરાત ક્ષેત્રને ૧૨,૪૨૧ કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્‌સ સમર્પિત કરશે. પીએમ મોદી વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું ઉદ્ઘાટન કરશે અને ચાર અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કરશે.
આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્‌સ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટી વધારશે અને સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ આપશે. વડાપ્રધાન વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ૩૬ કિલોમીટર લાંબા કિમ-એના સેક્શન (પેકેજ ૬) અને ૨૭.૫૦ કિલોમીટર લાંબા ગાંડેવા-એના સેક્શન (પેકેજ ૭) રાષ્ટ્રને સમર્પિત કરશે. આ બે પેકેજા ૭,૬૮૯ કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે.
આ બે પેકેજામાં મુખ્ય પુલ, નાના પુલ, રેલ-રોડ પુલ, ફ્લાયઓવર અને વાહન અંડરપાસનું એક વ્યાપક નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓની સુવિધા માટે, આ બે પેકેજામાં કુલ ૭૦ અંડરપાસ અને ૨ ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે. આ ૮-લેન રોડના કાર્યરત થવાથી પ્રદેશમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન સક્ષમ બનશે. ડ્રાઇવરોની સલામતી અને સુવિધા વધારવા માટે, આ બે પેકેજા સાથે કુલ ૭ સુસજ્જ આરામ વિસ્તારો સ્થાપિત કરવામાં આવશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આ બે પેકેજાના કાર્યરત થવાથી માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે અને ભારતમાલા પરિયોજનાના ઉદ્દેશ્યોને અનુરૂપ, સ્થાનિક ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.
આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ૪,૭૩૨ કરોડ રુપિયાના ખર્ચે ચાર વધારાના પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે, જેમાં ધમસિયાથી બિટાડા/મોવી સુધી એનએચ-૫૬ (પેકેજ ૪) નું ચાર-લેનિંગ, નસરપુરથી માલોથા સુધી એનએચ ૫૬ (પેકેજ ૬) નું ચાર-લેનિંગ, અને સુરત-હઝીરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રિલાયન્સ ખાતે છ-લેનનો વીયુપી (વ્હીકલ અંડરપાસ) અને કવાસ ખાતે યુવીપી-કમ-ફ્લાયઓવરનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં એનએચ-૫૬ ના અપગ્રેડેશન હેઠળ, ધમસિયા-બિટડા અને નસરપુર-માલોથા વિભાગોને ચાર-લેન રસ્તાઓમાં રૂપાંતરિત કરવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રદેશના આદિવાસી જિલ્લાઓ (નર્મદા, તાપી, વલસાડ અને છોટા ઉદેપુર) સાથે જાડાણ વધશે. ખેડૂતો, ઉદ્યોગો અને વેપાર માર્ગોને જાડીને, આ ચાર-લેન રસ્તાઓ સ્થાનિક વિકાસમાં યોગદાન આપશે. ૧૦૭.૬૭ કિલોમીટરની લંબાઈ ધરાવતા આ ફોર લેન રસ્તાના નિર્માણથી મુસાફરીનો સમય ૪૦ મિનિટ સુધી ઘટશે, જ્યારે સરેરાશ ગતિ ૭૫ ટકા વધવાની ધારણા છે. આ ચાર-માર્ગીય રસ્તો ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ક્લસ્ટર, માછીમારી અને સીફૂડ ક્લસ્ટર, પ્રદેશના આદિવાસી જિલ્લાઓ અને લોજિસ્ટિક્સ નોડ્‌સ (એક એરપોર્ટ, બે રેલ્વે સ્ટેશન અને બે બંદરો સહિત) ને જાડશે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૩ ના હજીરા બંદર-સુરત વિભાગ પર આશરે ૧૪૯ કરોડ રુપિયાના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કરવામાં આવશે. નવા ૬-લેન ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર અને ઔદ્યોગિક ઝોનમાં ભારે માલવાહક વાહનોની અવરોધમુક્ત અને ઝડપી અવરજવર સુનિશ્ચિત થશે. આનાથી સુરતના સ્થાનિક રહેવાસીઓ માટે સલામત અને ભીડ-મુક્ત મુસાફરી સરળ બનશે, સાથે સાથે દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક વિકાસને પણ ટેકો મળશે. આ ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર નજીક આવેલા ભારે ઔદ્યોગિક ક્ષેત્રમાં ભીડ ઓછી થશે અને સરળ પરિવહન સુનિશ્ચિત થશે.