રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતમાં હવે કોંગ્રેસ પિક્ચરમાંથી આઉટ થઈ ગયું છે. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં મંથન તેજ બન્યું છે. ભાજપ હવે કોને રાજ્યસભામાં મોકલે છે તે મોટો પ્રશ્ન છે. આ માટે જે નામોની ભાજપના આંતરિક સૂત્રોમાં ચર્ચા થઈ રહી છે, તે સામે આવ્યા છે. આંતરિક સૂત્રો મુજબ, કેટલાક નામોની યાદી દિલ્હીમાં મોકલવામાં આવી છે.
ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી થનારી બેઠકો માટે ભાજપમાં સંભવિત ચહેરાઓને લઈને ચર્ચાઓ તેજ બની છે. રાજકીય વર્તુળોમાં અંજલી રૂપાણી, નરેશ પટેલ, ઉમેશ રાઠવા અને હર્ષદ વસાવાના નામો ચર્ચામાં છે. ભાજપ આ વખતે આદિવાસી પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે સંજાગોમાં ઉમેશ રાઠવા અને હર્ષદ વસાવાના નામ આગળ હોવાનું માનવામાં આવે છે.
તો સાથે જ લેવા પટેલ સમાજમાંથી નરેશ પટેલ અને રાજકોટમાંથી અંજલી રૂપાણીને પણ સ્થાન મળી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જાકે અંતિમ નિર્ણય ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કરશે. રાજકીય સૂત્રો મુજબ, ગુજરાત બહારથી પણ કોઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની શક્યતા નકારી શકાય નહીં. ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપ પાસે સંખ્યાબળ મજબૂત હોવાથી ઉમેદવારી અંગે ઉત્સુકતા વધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી વોટબેન્કને સૌથી વધુ નુકશાન થયું હોવાથી એક આદિવાસી ઉમેદવારને રાજ્યસભામાં સ્થાન મળે તેવું નિશ્ચિત છે
રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને દિલ્હીમાં રાજકીય હલચલ બી છે. તાજેતરમાં જ પીએમ આવાસ પર ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. દેશની કુલ ૨૪ રાજ્યસભા બેઠકો માટેના ઉમેદવારોના નામો પર આખરી મંજુરીની મહોર મારવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેશની કુલ ૨૪ રાજ્યસભા બેઠકો માટેના ઉમેદવારોના નામો પર આખરી મંજુરીની મહોર મારવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની પણ ખાલી પડતી ૪ બેઠકોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ૧૦ રાજ્યોની ૨૪ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાતના ૪ સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. રામભાઈ મોકરીયા, અમીન યાજ્ઞિક, શક્તીસીહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થતાં બેઠકો ખાલી પડશે. ૧લી જૂને જાહેરનામું બહાર પડ્યું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૮મી જૂન નક્કી કરાઈ છે. ૧૮મી જૂને સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે સાંજે ૫ વાગ્યે મતગણતરી થશે. મતદાન માટે પંચ દ્વારા ફિક્સ કરાયેલી ખાસ વાયોલેટ સ્કેચ પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે.







































