ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆતથી જ જાણે ચોમાસું આવી ગયું હોય તેવો વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂન એકટીવિટી થઈ રહી છે. સોમવારે ગુજરાતના ૧૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી આપી છે. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્્યતા છે. હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન મુજબ રાજ્યના તાપમાનમાં પણ આગામી સમયમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળશે. આગામી બે દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સીયસનો ક્રમિક ઘટાડો નોંધાઈ શકે છે. આ સાથે જણાવ્યું કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બુધવારે સવાર સુધીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સીયસ સુધી રહેવાની સંભાવના છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સીયસથી વધુ નોંધાઈ શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી રહ્યો છે. બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે આ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદની વકી આપવામાં આવી રહી છે. થંડરસ્ટ્રોમના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આજે અને કાલે મેઘગર્જનાની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આજે અને આવતી કાલે આખા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે (ત્રીજી જૂન) અને આવતીકાલે (ચોથી જૂન) આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ત્રીજી જૂને ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન મુજબ રાજ્યના તાપમાનમાં પણ આગામી સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બીજી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં મેઘગર્જનાના ઓરેન્જ એલર્ટ સાથે ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝડપી પવનમાં) હળવાથી મધ્યમ વરસાદની શક્્યતા આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝડપી પવનમાં) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝડપી પવનમાં) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્રીજી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં મેઘગર્જનાના ઓરેન્જ એલર્ટ સાથે ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝડપી પવનમાં) હળવાથી મધ્યમ વરસાદની શક્્યતા છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝડપી પવનમાં) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.









































