ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક આવેલા છતડીયા ગામના બ્રિજ નીચે બુધવારે એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના કાર અને મોટરસાયકલ વચ્ચે થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કુરચો બોલી ગયો હતો અને મોટરસાયકલ સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ રાજુલા તાલુકાના હિંડોરણા ગામના રહેવાસી વાજસુરભાઈ ભીમાભાઈ પટાટ (ઉંમર વર્ષ ૬૦) તરીકે થઈ છે.





































