પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં પી.એન.જી. (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શનની ઉપલબ્ધતાની યાદી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે.
તંત્ર દ્વારા આ વિસ્તારોના નાગરિકોને પોતાનું પરંપરાગત એલ.પી.જી. સિલિન્ડર કનેક્શન સરેન્ડર કરી, સુરક્ષિત અને સરળ પી.એન.જી. કનેક્શન મેળવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરના ચક્કરગઢ રોડ પર વિશ્વાસ આઈકોન, અક્ષર બંગ્લોઝ, લાઠી રોડ પર સનફ્લાવર અને પટેલ હાઈટ્સ તેમજ માણેકપરામાં શિવાલી હિલ્સ અને રામપેલેસ જેવા વિસ્તારોમાં આ સુવિધા પ્રાપ્ય છે. આ ઉપરાંત લાઈબ્રેરી રોડ, ચિત્તલ રોડ, કેરીયા રોડ, બ્રાહ્મણ સોસાયટી, ગણેશ સોસાયટી અને લીલીયા રોડ પર આવેલા વિવિધ એપાર્ટમેન્ટ્સમાં પી.એન.જી. કનેક્શન ઉપલબ્ધ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.







































