સાવરકુંડલા શહેરમાં “તમે આડી દીવાલ કરી નાખો, હું ક્યાં રહેવા જાઉં?” તેમ કહેતા એક યુવકને ગાળો આપવામાં આવી હતી. આ બનાવ અંગે મુકુંદભાઇ ભરતભાઇ હેલૈયા (ઉ.વ. ૩૨) એ ભરતભાઇ સનાભાઇ હેલૈયા તથા વિશાલભાઇ ભરતભાઇ હેલૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાના દાદીના મકાનમાં આરોપીઓ સાથે રહેતા હતા. વિશાલભાઈ ભરતભાઈ હેલૈયાએ તેમને ઘરેથી જતા રહેવાનું કહ્યું હતું. જેથી તેમણે કહ્યું કે, “તમે આડી દીવાલ કરી નાખો, હું ક્યાં રહેવા જાઉં?” આ વાત આરોપીઓને સારી ન લાગતાં તેમણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી, તેમજ શરીરે લાકડી વડે મૂઢમાર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ જી. ગંગલ વધુ તપાસ કરી રહ્યા છે.











































