લાઠીના હજીરાધાર ગામેથી એક પરિણીતા પોતાની માસૂમ પુત્રી સાથે ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ઘનશ્યામભાઇ ભીમજીભાઇ કાનમીયા (ઉ.વ.૩૫)એ પોલીસને કરેલી જાહેરાત મુજબ, તેમના ભાઇના પત્ની શીતલબહેન અનિલભાઇ કાનમીયા (ઉ.વ.૨૬) પોતાની છ મહિનાની દીકરીને લઈ, ઘરે કોઈને પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યાં ગયાં છે. પરિવારજનો દ્વારા વ્યાપક શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ ન મળતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.