બાબરામાં આજે રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ૬૬મા જન્મ દિવસ નિમિત્તે સ્થાનિક કોળી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની ધગધગતી ગરમી વચ્ચે પણ સમાજના યુવાનો અને રક્તદાતાઓએ ઉત્સાહભેર હાજરી આપી મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કોળી સમાજના આગેવાનો અને વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેકોર્ડબ્રેક રક્તદાન નોંધાયું હતું. બાબરા કોળી સેના પ્રમુખ વિજયભાઈ ઝાપડીયાએ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનાર તમામ રક્તદાતાઓ, આર્યવીર હોસ્પિટલના સંચાલકો, સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.









































