અમરેલીના જૂના ગિરિયા ગામની સીમમાંથી તીનપત્તી રમતા ૪ શખ્સો ઝડપાયા હતા. પોલીસે
દિલાવરહુસેન મુજાફરહુસેન સૈયદ, મહમદશાકીર સૈયદઅલી સૈયદ, હુસેનભાઇ મહમદભાઇ સૈયદ તથા યાકુબઅલી મહમદઅલી સૈયદને જાહેરમાં પૈસા અને પાના વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૭,૮૬૦ સાથે ઝડપી લીધા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































