ધારીમાં રહેતા પારૂલબેન સંજયભાઈ વાળાએ પતિ સંજયભાઈ નાથાભાઈ વાળા, મણીબેન નાથાભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, પતિ અને સાસુએ તેમને ભાવનગર મુકામે ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો.







































