બાબરા તાલુકાના વાવડી ગામે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પ્રભાતભાઇ કોઠીવાળના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. અંદાજે ૭૪.૮૦ લાખ રૂપિયાના ખર્ચે શાળાનું નવું ભવ્ય બિલ્ડીંગ આકાર લેશે, જેમાં નવા ૬ ઓરડા, બોયઝ-ગર્લ્સ ટોયલેટ તેમજ મધ્યાહન ભોજન રૂમના રિપેરિંગ કામનો સમાવેશ થાય છે. આ આધુનિક બિલ્ડિંગ બનવાથી વાવડી ગામના નિર્દોષ બાળકોને સુવિધા સભર શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થશે. આ ગૌરવશાળી પ્રસંગે પ્રભાતભાઈ કોઠીવાળ અને હિતેશભાઈ કલકાણીનું ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.










































