પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં ગુરુવારે (૨૧ મે) ફરીથી મતદાન યોજાવાનું છે. મતદાન પહેલા મતવિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન પહેલા ડિસ્પર્સલ સેન્ટર પર અંતિમ તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે.
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે મતદાન કર્મચારીઓ સંપૂર્ણપણે તૈયાર છે. બૂથ સેન્ટરો પર તૈનાતી સરળતાથી ચાલી રહી છે.
મતદાન પ્રક્રિયાના દરેક પાસાને સરળતાથી ચાલે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી છે. આવતીકાલે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં ૨૧ મેના રોજ યોજાનારી પુનઃ મતદાન પહેલા નાટકીય ઘટનાઓમાં, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને મંગળવારે ચૂંટણી મેદાનમાંથી ખસી જવાની જાહેરાત કરી. તેમના આ પગલાથી ફાલ્ટામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે જંગી વિજય થવાની સંભાવના છે.
૨૯ એપ્રિલના મતદાન દરમિયાન કેટલાક બૂથ પર ઈફસ્ પર પરફ્યુમ, શાહી અને એડહેસિવ ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આરોપો બાદ ફાલ્ટામાં ફરીથી મતદાનનો આદેશ આપવામાં આવ્યો હતો.









































