જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના અને હાલ ભાવનગર સ્થિત પરમાર પરિવારના પ્રણવ મનહરભાઈ પરમારે તબીબી ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી સમાજનું નામ રોશન કર્યું છે. તેઓ કડીયાળીના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની સ્વ. અનંતરાય સાજણભાઈ પરમારના પ્રપૌત્ર અને સ્વ. ગુણવંતરાયના પૌત્ર તથા ભાવનગરના કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ મનહરભાઈ પરમારના પુત્ર છે.ડો. પ્રણવભાઈએ તાજેતરમાં પોતાનો સ્મ્મ્જીનો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.








































