ધારીની વતની અને હાલ ઉનામાં રહેતી એક પરિણીતાને તેના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે સાસુએ નાની વાતોમાં ઝઘડો કરી મેણાં માર્યા હતા. આ અંગે સોનલબેન અલારખભાઇ સુમરા
(ઉ.વ.૩૦)એ ઉનામાં રહેતા પતિ અફઝલભાઇ (અબજલભાઇ) સતારભાઇ આરદીયાણી તથા સાસુ જરીનાબેન સતારભાઇ આરદીયાણી સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, પતિ અને સાસુ નજીવી બાબતોમાં ઝઘડો કરી, મેણાં-ટોણાં મારી તેમજ ગાળો આપીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પતિએ તેમને મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એચ. વાઘ વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































