કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી ધીરુભાઈ નથુભાઈ દવેરાને ૨,૩૯,૦૭૦ રૂપિયાના સોનાના મુદ્દામાલ સાથે વડનગર ચોકડી પાસેથી ઝડપી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ફરિયાદીના ઘરે અવારનવાર આવતો હોવાથી તેને કબાટમાં રાખેલા દાગીનાની જાણકારી હતી. વિવિધ ફાઇનાન્સ કંપનીઓની લોનના હપ્તા બાકી હોવાથી આર્થિક ભીંસમાં આવીને તેણે આ ચોરી આચરી હતી. સર્વેલન્સ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને તમામ દાગીના કબજે કર્યા છે અને ગુનેગાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.