રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ઘરે મુલાકાત લઈને ગૌ સેવા કરી હતી. તેઓ ઢળતી સંધ્યાએ ખેડૂત ભૂપતભાઈ દુધાતના ઘરે પહોંચ્યા હતા અને પ્રાકૃતિક ખેતી તેમજ ગાયોના પાલન અંગે માહિતી મેળવી હતી.દુધાત પરિવાર દ્વારા આશરે ૩૦ વિઘા જમીનમાં
પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. રાજ્યપાલ ગૌ સેવા સાથે ખેડૂત પરિવાર સાથે આત્મીય સંવાદ સાધ્યો અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.









































