હિંમતનગર તાલુકાના જસવંતગઢ ગામના પાટીયા નજીક ઘમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અરેરાટી ભર્યા દર્શયો સર્જાયા છે ઘટના સ્થળે છ લોકોના મોત થવા પામ્યા છે તો આઠ લોકો ઘાયલ થયા છે જાકે હાલતો ઘાયલોને ૧૦૮ અને નેશનલ હાઈવેની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ઘટના સ્થળે મોત પામનાર છ જેટલા મૃતદેહોને પીએમ અર્થે ગાંભોઈની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે જાકે ગાંભોઈ પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ગાંભોઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા ઘટના સ્થળે થયેલ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો છે
પ્રાથમિક માહિતી અનુસાર ઇકો કારમાં સરડોઈ ગામના લોકો પ્રસંગમાં પીરસવા અર્થે જતા હતા. એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. એ દરમિયાન ખાનગી બસે ઇકો કારને પાછળથી ટક્કર મારતા સમગ્ર ઘટના સર્જાઈ હતી જાકે ઘટના દરમિયાન સ્થાનિકો અને હાઇવે પરથી પસારથતા વાહનચાલકો દ્વારા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મૃતકોના મૃતદેહને ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જાકે હાલતો પ્રાથમિક માહિતી અનુસાર નેશનલ હાઇવેના ડિવાઈડર પર ગેરકાયદે કટ બનાવવામાં આવ્યો છે અને ત્યાં ગેરકાયદે કટ ક્રોસ કરતા દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલતો પોલીસ દ્વારા ગેરકાયદે કટને બેરીકેટ લગાવી બંધ કરી દેવામાં આવ્યો છે.
આ ગમખ્વાર અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ત્યાં આવી ગયા હતા. આ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો પણ તાત્કાલિક ત્યાં આવી પહોંચી હતી.
મૃતકોના નામ
શકરીબેન વા/ઓ કમલેશકુમાર ભવાનીશંકર નાયક રહે. સરડોઈ તા. મોડાસા જી. અરવલ્લી
કાન્તાબેન ડી/ઓ કાનજીભાઈ પેથાજી નિમામાં રહે. સરડોઈ તા. મોડાસા જી. અરવલ્લી
હેતલબેન વા/ઓ મેહુલભાઈ ગુણવંતભાઈ નાયક રહે. નવા (રણાસણ) તા. તલોદ જી. સાબરકાંઠા
મીનાબેન ડો/ઓ ભીખાભાઈ કાલિદાસભાઈ ભોઈ રહે. સરડોઈ તા. મોડાસા જી. અરવલ્લી
સરલાબેન ડો/ઓ કાન્તીભાઈ મોતીભાઈ ભોઈ રહે. સરડોઈ તા. મોડાસા જી. અરવલ્લી
આશિકબેન વા/ઓ કપિલભાઈ જયશંકર નાયક રહે. મોયદ તા. પ્રાંતિજ