સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાવનગર શહેરમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. હવે સૌની નજર મહાનગરપાલિકાના મહત્વના હોદ્દાઓ પર છે, ખાસ કરીને મેયર પદ માટેની દોડ ખૂબ જ રસપ્રદ બની છે.
આ વખતે પ્રથમ ટર્મ માટે મેયર પદ સામાન્ય મહિલા વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે. જેના કારણે અનેક મહિલા નેતાઓ મેદાનમાં ઉતરી છે અને અંદરખાને લોબિંગ પણ તેજ બન્યું છે.
હાલમાં ચાર મહિલા નેતાઓ મેયર પદમાટે સૌથી આગળ માનવામાં આવી રહી છેઃ વર્ષાબા પરમાર (કાળિયાબીડ વોર્ડ),નીતા ચાંદલીયા (વડવા વોર્ડ),ઊર્મિલાબા રાણા (બોરતળાવ વોર્ડ),શીતલબેન જાશી (પીરછલ્લા વોર્ડ) આ ચારેય ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા જાવા મળી રહી છે અને પાર્ટીનું અંતિમ નિર્ણય મહત્વપૂર્ણ બનશે.
મહાનગરપાલિકાની સૌથી મહત્વની કમિટી ગણાતી સ્ટેન્ડીંગ કમિટી માટે પણ જારદાર રેસ ચાલી રહી છે. આ પદ માટે નીચેના નેતાઓના નામ ચર્ચામાં છેઃઉપેન્દ્રસિંહ ચુડાસમા,અશોક બારૈયા,નરેશ મકવાણા,વધુ શોધો બળદેવસિંહ ચુડાસમા,કિશન મહેતા,જશવંતસિંહ ગોહિલ
માત્ર સત્તા પક્ષમાં જ નહીં, પરંતુ વિપક્ષમાં પણ પદ માટેની દોડ જાવા મળી રહી છે. વિપક્ષના નેતા માટે ત્રણ નામ ચર્ચામાં છેઃજયદીપસિંહ ગોહિલ,કિશન મેર,ભરત બુધેલીયા
હાલમાં શહેરની રાજનીતિમાં સત્તાના મહત્વના હોદ્દાઓ માટે અંદરખાને જારદાર લોબિંગ ચાલી રહ્યું છે. પાર્ટી સંગઠન અને રાજકીય સમીકરણોને આધારે ટૂંક સમયમાં આ તમામ પદો માટેના નામોની જાહેરાત થવાની સંભાવના છે. ભાવનગરમાં હવે સૌની નજર એ પર ટકેલી છે કે, આ મહત્વના હોદ્દાઓ પર અંતે કોની પસંદગી થાય છે અને શહેરના વહીવટની દિશા કઈ રીતે નક્કી થાય છે.