ચલાલા પોલીસે બાતમીના આધારે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભાવનગર ફેમિલી કોર્ટના ફોજદારી કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. કોર્ટ દ્વારા આ શખ્સ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં તે લાંબા સમયથી પોલીસને ચકમો આપીને ફરાર હતો. જોકે પોલીસે સતત વોચ ગોઠવીને આખરે બાતમી મુજબ તેને દબોચી લીધો છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








































