અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈ આયોજિત ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં મોટી સંખ્યામાં ફોર્મ અમાન્ય ઠર્યા છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં અમરેલી નગરપાલિકામાં સૌથી વધુ ૩૯ ફોર્મ રદ થયા છે, જ્યારે સાવરકુંડલામાં ૬, બગસરા અને દામનગરમાં ૫-૫, ધારીમાં ૭ અને બાબરામાં ૧ ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યું છે. પંચાયત સ્તરે પણ ચિત્ર સમાન છે જેમાં જિલ્લા પંચાયતના ૧૯ ફોર્મ રદ થયા છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો લાઠી અને કુંકાવાવ-વડીયામાં ૧૯ ફોર્મ અમાન્ય ઠર્યા છે. આ ઉપરાંત સાવરકુંડલામાં ૮, અમરેલીમાં ૭, ધારીમાં ૫ અને અન્ય તાલુકાઓમાં પણ ફોર્મ રદ થતા અનેક દાવેદારો રેસમાંથી બહાર ફેંકાયા છે. અત્રે નોંધનીય છે કે ફોર્મ ખેંચવાની છેલ્લી તા.૧પ હોય ત્યારે કેટલા ઉમેદવારો વચ્ચે જંગ રહેશે તે જાવુ રસપ્રદ રહેશે.