બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જેઓ અત્યાર સુધી નગરપાલિકાની વહીવટી ખામીઓ સામે હાઈકોર્ટ સુધી લડત આપતા રહ્યા છે, તેમના તાજેતરના નિર્ણયથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. અગાઉ તેમણે વારંવાર જાહેર મંચ અને મીડિયા સમક્ષ નિવેદનો આપ્યા હતા કે તેઓ માત્ર લોકસેવા માટે કાર્યરત છે અને ચૂંટણી લડવામાં તેમને કોઈ જ રસ નથી. ખાસ કરીને ચોમાસાના ખાડાઓ પૂરવાના અભિયાન વખતે પણ તેમણે આ જ વાત દોહરાવી હતી.
જોકે, આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તક અપાતા જ તેમણે વોર્ડ નંબર ૨ માંથી ઉમેદવારી નોંધાવી છે. જે પક્ષની પાલિકા સામે તેઓ વર્ષો સુધી લડ્યા, હવે તે જ પક્ષનો ખેસ પહેરીને તેઓ મતો માંગી રહ્યા છે.
આ પલટીને કારણે જનતામાં તેમના સિદ્ધાંતો સામે સવાલો ઉભા થયા છે, સાથે જ ભાજપના પાયાના કાર્યકરોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ભાજપ કાર્યકરોમાં ચર્ચાતી વિગતો મુજબ ચોમાસામાં ખાડાઓ બૂરી સસ્તી પ્રસિધ્ધી મળવાનો પ્રયાસ હતો.
જા કે ભાજપે ટિકીટ આપતા પાલિકાના ભ્રષ્ટાચાર બાબતે આંખ આડા કાન કરે છે કે કેમ ? તેના પર વોર્ડ નં.રના મતદારો મીટ માંડીને બેઠા છે.








































