હોમિયોપેથીના સ્થાપક ડા. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનના જન્મદિન નિમિત્તે દર વર્ષે ૧૦ એપ્રિલના રોજ ‘વિશ્વ હોમિયોપેથી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી આ પધ્ધતિ આજે વિશ્વભરમાં જટિલ બીમારીઓના ઉપચાર માટે પ્રચલિત છે. ડા. સેમ્યુઅલ હેનેમેનના આ સિધ્ધાંતોને વરીને અમરેલીમાં ડા. જીતેન્દ્ર પટેલ દ્વારા ‘સંસ્કાર હોમિયો કેર’ માં આવી જ અમૂલ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે.
ડા. જીતેન્દ્ર પટેલ હોમિયોપેથીની સૌમ્ય શક્તિ દ્વારા જૂનામાં જૂના રોગોને મૂળમાંથી મટાડવા માટે નિષ્ણાંત તરીકે સેવા આપી રહ્યા છે. ડા. સેમ્યુઅલ હેનેમેનના આ વારસાને લોકો સુધી પહોંચાડવા બદલ ડા. જીતેન્દ્ર પટેલનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સંસ્કાર હોમિયો કેર ખાતે ખાસ કરીને ચામડીના રોગો અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ માટે સ્થાયી સુખાકારી અને સારા સ્વાસ્થ્યના હેતુથી સારવાર આપવામાં આવે છે. હોમિયોપેથીના માધ્યમથી લોકોના રોગોને મૂળમાંથી દૂર કરવા માટે ડો. જીતેન્દ્ર પટેલ હંમેશા દર્દીઓની સાથે રહી સેવાકીય કાર્ય કરી રહ્યા છે.








































