અમરેલી તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવેલી તપાસમાં એક બાળકમાં હૃદય સંબંધિત ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. આર.એમ. જોષી અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડા. વસીમ ભટ્ટી અને તેમની ટીમે સમય સૂચકતા વાપરી બાળકને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો. તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ ૨૬ જુલાઈ ૨૦૨૫ના રોજ બાળકના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના આ સઘન પ્રયાસોને કારણે બાળક અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તબીબો દ્વારા તેનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.