સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં ફરી એકવાર માનવતાને શરમાવે એવી એક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરે સારવાર માટે આવેલી બ્યુટી પાર્લર સંચાલિકાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગોરવા પોલીસે ડોક્ટર સહિત તેના પરિવાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભોગ બનનાર યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે. થોડા સમય પહેલા તેને વીજ કરંટ લાગતા તે સારવાર માટે ડોક્ટર વિકાસ પટેલ પાસે ગઈ હતી. સારવાર દરમિયાન ડોક્ટરે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નનું વચન આપી તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવ્યા હતા.
આરોપી ડોક્ટર વિકાસ પટેલે બ્યુટી પાર્લર સંચાલિકાને લગ્નનું વચન આપીને વિશ્વાસમાં લીધી હતી. આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ડોક્ટર વિકાસ પટેલે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જાકે, લાંબો સમય સંબંધ રાખ્યા બાદ ડોક્ટરે યુવતી સાથે છેતરપિંડી કરી અન્ય જગ્યાએ પોતાના લગ્ન નક્કી કરી લીધા હતા. જ્યારે યુવતીને આ બાબતની જાણ થઈ ત્યારે સમગ્ર મામલો સામે આવતા હોબાળો થયો હતો.
પીડિત યુવતી જ્યારે આ બાબતે રજૂઆત કરવા ગઈ ત્યારે ડોક્ટરની બહેને તેને માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, ડોક્ટરના માતા-પિતાએ યુવતીનું જાતિવાચક અપમાન કરી તેને માનસિક ત્રાસ આપ્યો હતો. આથી, યુવતીએ ડોક્ટર વિરુદ્ધ દુષ્કર્મ અને તેના પરિવાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ગોરવા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કેસની તપાસ એસીપી સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે. મુખ્ય આરોપી ડોક્ટર વિકાસ પટેલ હાલ ફરાર છે. ફરાર ડોક્ટરને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં ‘સફેદ કોટ’ પાછળ છુપાયેલા ગુનાહિત માનસને ખુલ્લું પાડ્યું છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરે તેવી શક્યતા






































