અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા લવ-જેહાદ જેવા ગંભીર વિષય પર આધારિત ફિલ્મ ‘કેરાલા-૨’ જોવા માટે ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે. સંસ્થાના અગ્રણી ડા. જી.જે. ગજેરાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં યુવા પેઢી અને ખાસ કરીને દિકરીઓને જાગૃત કરવી અનિવાર્ય છે. આથી દરેક માતા-પિતાએ પોતાના સંતાનો સાથે આ ફિલ્મ જોવી જોઈએ જેથી સમાજમાં ફેલાઈ રહેલા કુરિવાજો અને ષડયંત્રો સામે સુરક્ષા મેળવી શકાય. હિન્દુ દિકરીઓ લવ-જેહાદ જેવા દુષણને નજીકથી જાઈ શકે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.