ચિત્તલમાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગ અંગે જિલ્લા પંચાયતમાં પ્રમુખ સુરેશ પાથર, શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઇ ધોરાજીયા, ડીડીઓ પરિમલ પંડ્‌યાની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઇ હતી. આ શાળા માટે નવું બિલ્ડિંગ મંજૂર થયું હોવાથી તેના નિર્માણ માટેની ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ થાય અને તે અદ્યતન સુવિધાયુક્ત બને તે માટે ચર્ચા થઇ હતી. આ મીટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીયાણીભાઇ, ચિત્તલ ગામના આગેવાન રાજુભાઇ ધાનાણી અને હિરેનભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.