રાજુલાના ડુંગર રેલવે ફાટક પાસે સ્ટંટબાજી ભારે પડી હતી. પૂરઝડપે બાઇક દોડાવતા શખ્સ સામે પોલીસે લાલ આંખ કરી હતી. ડુંગર રેલવે ફાટક પાસેથી પસાર થતા મહુવાના કણકોટ ગામના જેમુભાઇ ભુપતભાઇ ચાવડા (ઉ.વ ૩૦)એ પોતાના હવાલાની મોટરસાયકલ અત્યંત પૂરઝડપે હંકારી હતી. આ ચાલકે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી, અન્ય વાહનચાલકો અને રસ્તે ચાલતા રાહદારીઓના જીવ જોખમમાં મુકાય તે રીતે બેફિકરાઈથી વાહન ચલાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આ મામલે માનવ જિંદગીને જોખમમાં મૂકવા બદલ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી મોટરસાયકલ કબજે કરી છે અને આગળની તપાસ હાથ ધરી હતી. ચલાલા બસ સ્ટેન્ડ પાસેથી એક યુવક કેફી પીણું પીને વાહન ચલાવતાં મળી આવ્યો હતો.









































