સાવરકુંડલામાં આવેલી વી.ડી. કાણકિયા આટ્ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે ૫૫મો વાર્ષિકોત્સવ “વસંતોત્સવ” અત્યંત ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ, રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં માનવ મંદિરના ભક્તિરામ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સાવરકુંડલાને ટૂંક સમયમાં સાયન્સ કોલેજ અપાવવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ડો. દીપકભાઈ શેઠ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સહિતના હાજર રહ્યાં હતા.









































