સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન પીપાવાવ દ્વારા ૨ માર્ચ ૨૦૨૬ના રોજ સંસ્થાના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર વિજય ખેમાણીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. વિશિષ્ટ અતિથિ તરીકે ઓએનજીસીના આર.કે. ઓમકાર અને તાહિર શૈખ તેમજ રેલવે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત રામપરા ગ્રામ પંચાયતના સરપંચ ચનાભાઈએ પણ વિશેષ આમંત્રિત તરીકે હાજરી આપી હતી. સમગ્ર આયોજન CWCના મેનેજર મુશર્રફ ખાન, એક્ઝિક્યુટિવ જનરલ મેહુલ પંડ્‌યા અને એક્ઝિક્યુટિવ ટેક્નિકલ કલ્યાણ ઘોષના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.